છે અજબ રંગો

    છે  રંગો 



છે અજબ રંગો દુનિયાના, અમે શિખરે થઈ પડતા જોઈ લીધા,
લાખો જેને શરણે હતા, તેને જેલ માં સબળતા જોઈ લીધા. 
                                                     છે અજબ રંગો.......

કોણ દેવ ને કોણ દાનવ, કોણ ભગત ને કોણ માનવ,
અહીં ખૂદ ના સ્વાર્થ કાજે, હંસ ને બગલા બનતા જોઈ લીધા,
                                                     છે અજબ રંગો.......

હવે શ્રદ્ધા અહીં તરફડે છે, અને વિશ્વાસ અહીં ફફડે છે,
જેના માથે ન્યાય તણો તાજ, તેને અનીતિ કરતા જોઈ લીધા.
                                                     છે અજબ રંગો.......

ખુદ ખોટા કરે કામ, ને બતાવે કળિયુગ ની એંધાણી,
મીઠા વચનો બોલવા પૂરતા, તેને અવળા કામ કરતા જોઈ લીધા
                                                      છે અજબ રંગો.......

જુઠા જગત થી મન ભરાઈ ગયું, દગાખોરો થી મન ધરાઈ ગયું,
દયાહીન દબાવે સતનું ગળું, ભોળા જનને રિબતા જોઈ લીધા.
                                                       છે અજબ રંગો......


-"મેજર જગાણી"

સત્ય-મેવ-જયતે

Follow us on 







Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages