વિશ્વ શાંતિ

વિશ્વ શાંતિ

છે અણુ વિશ્વ નો વેરી, વિશ્વ શાંતિ, મેજર જગણી, ગુજરાતી કાવ્યો, કાવ્ય લેખન, કાવ્ય


વિશ્વ માં શાંતિ સ્થાપે, એવું યંત્ર માનવ બનાવ તું,
વિનાશ કરે માનવ જાતનો, એવું કાંઈ ના સર્જાવ તું.
વિશ્વમાં શાંતિ સ્થાપે......
અણુ બૉમ્બ બનાવી, યમદૂત ને જન્મ ના આપો.
તરસ્યો છે અણુ પ્રાણ નો, માનવ જાત ને બચાવ તું.
વિશ્વમાં શાંતિ સ્થાપે.......
ઈશ્વરના સૌન્દર્ય ને, વિકરાળ કુરૂપ ન બનાવ તું,
તેની કલામાં રંગ પુર, વધારે સુંદરતા સર્જાવ તું.
વિશ્વમાં શાંતિ સ્થાપે......
પશુ પ્રાણી, ઝાડી જંગલ, અણુ સર્વનો વિનાશ કરે.
અણુ છે વિશ્વનો વેરી ઈશ્વર ની અમાનત બચાવ તું.
વિશ્વમાં શાંતિ સ્થાપે......
હરિ ધારે તો ધરતીને, પળ માં હચમચાવી નાંખે.
વિનાશ સર્જે, અણુ તુજ હાથે ના સર્જાવ તું.
વિશ્વમાં શાંતિ સ્થાપે......

From book:-
Fulo ne juo jara 
(Kavy sangrah)
Year1996
(11) vishv shanti 
Page:-12



Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages