એક વાર બાપુ ગાંધી આવજો
ગાંધી તણું હૈયું હેમાળા સમું, ક્રોધ ન આવે કદીયે ઉર !
અહિંસા ઉછેરનાર, બાપુ ગયા અમોથી દૂર.
ઈર્ષ્યા તણી આગ મહી, બળતાં કો માનવો આજ,
સાંપડ્યું સ્વરાજ છતાં, શુભ નવ કરે કાજ.
અલગતાવાદીઓ ના શીશ, શરમ થઈ ઝુકાવજો,
ભય તણું ના રહે નામ, શુભ સંદેશ ફેલાવજો.
હિંસા હથિયાર ખૂબ જાય છે, વધતા શસ્ત્ર ને સંહારવા,
એક વાર બાપુ ગાંધી આવજો, વિશ્વ ને ઉગરવા
આજે એક નવી પ્રતિજ્ઞા કરો
આજે એક નવી પ્રતિજ્ઞા કરો એવા ગુણવાન બનો
જગત તમને યાદ કરે એવા ઇન્સાન બનો.
આજે એક નવી.......
શોભે સૌને માથે મર્યાદા તણો તાજ
રામ પ્રભુ ને યાદ કરો ઈવા ચારિત્ર્યવાન બનો
આજે એક નવી.......
હિન્દ વાસીઓ આઝાદી ના આશિકો નો વિચાર કરો
હસતા હસતા ફાંસી ચડી ગયા એવા બળવાન બનો
આજે એક નવી.......
પોતાના કુળ ને ક્યારે કલંક ના લાગે જગાણી
આપણી સંસ્કૃતી ને સંભાળો ઈવા જાતી વાન બનો
આજે એક નવી........
એકતા તણી વાતો લખાય દુનિયાના ઈતિહાસ માં
હિંદુ મુસ્લીમ શીખ ઇશાઇ એવા મનના ઉદાર બનો



Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.