Share this on

માવડી અમને કેમ વીસરે

"jagani" bhajan mala

http://mejarjagani.blogspot.com/p/download.html?m=1


2:40min 

ULTRA HD


240P VERSION 15MB


FULL VIDEO




ઋણ છે એના રગો માં, એ જનની અમને કેમ વિસરે
ધાવણ ધવરાવી જેણે મોટા કર્યા, એ માવડી અમને કેમ વિસરે

રિસામણે મન મારુ ચડે, લાડ કરી મને માનવે
વરસાવી વ્હાલ માવડી, મને ગોદમાં બેસાડે

પ્રિયતમ નો પ્રેમ છે, જુઓ ને જુવાની સુધી
જગત નો આ પ્રેમ છે, જુઓ ને સ્વાર્થ સુધી

હૈયાનો ભાર આંખે વહે, માડી તારી યાદ આવતા
ચોધાર આંખ મારી રડે, માડી તારી યાદ આવતા

લાડ કરી મુજ સંગ લડતી, માવડી અમને કેમ વિસરે
ધાવણ ધવરાવી જેણે મોટા કર્યા, એ જનની અમને કેમ વિસરે

મૂલ્ય મમતા ના આંકવા કેવી રીતે શબ્દો ખૂટી જાયે
જગાણી પ્રકૃત્તિ નિહાળે માડી મને મોખરે વરતાય

Share this

Related Posts

Previous
Next Post »

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.