વિચાર ના ભાર

   વિચાર ના ભાર    
Best gujarati kavya, kavy about sant kabir, javer chand meghani,sant kabir , tulsi das, Mirabai, ravindranath tagor, narsinh maheta,


ધર્યું મૌન ચૂપ રાખું જુબાન મારી
મારી શાયરી ના શબ્દો છે ભારી
આ દુનિયા કાગળ ની કોથળી!!
જોર કરી ભરીશ તો, ફાટી જાશે સારી!!
ત્યારે, દુનિયા રૂપી કાગળ ની કોથળી બોલી!!
યુગ યુગ થી સંતો ને કવિઓ ,
શબ્દો કવિતાનાં ભરતાં રહ્યા છે તેમાં!!
ગગન ના ગ્રહો સમાં,
તુલસી-વ્યાસ ના શબ્દો ભર્યા છે તેમાં!!
સત્ય પ્રેમ કરુણા ભર્યા
બાપુ મોરારી ના શબ્દો પડ્યા છે તેમાં!!
સુંદર મૃદુ વસંત સમાં
સ્વામી પ્રમુખ ના શબ્દો ભર્યા છે તેમાં!!
હિમ શિખર સમાં ઓગળતા,
 કબીર ના શબ્દો ભર્યા છે તેમાં!!
ફુલ સમાં મઘમધતા શબ્દો 
મીરાંબાઈ ના ભર્યા છે તેમાં!!
ધરતી સમાં સુખદાયી, 
ટાગોર ના શબ્દો ભર્યા છે તેમાં!!
ચંદ્ર ના તેજ સમાં શીતળ શબ્દો,
નરસિંહ ના ભર્યા છે તેમાં!!
સાગર ની લહેરો સમાં,
સંત રૈદાસ-ત્રિકમના શબ્દો ભર્યા છે તેમાં!!
સૂરજ ની આગ સમાં,
શબ્દો મેઘાણી ના ભર્યા છે તેમાં!!
સરીત બની છૂટ્યા શબ્દો,
કાગળ ની કોથળી ના!!
ગર્વ “જગાણી” નો ત્યારે,
ધસી પડ્યો સરીત માં!!
ઉડ્યા છાંટા તેના , 
પડ્યા ચક્ષુ દ્વારે!!
બીડાયેલ પાંપણો નાં, 
પોપચાં પહોળા થયા
રામકૃષ્ણ પરમહંસ સંત શિરોમણિ
સ્વામી વિવેકાનંદને આપવી કેવી ઉપમા?
નિહાળી ભારત ની વિભુતિઓ ને 
વિચાર ના ભાર થકી શબ્દો ભાંગી પડ્યા!!
જીણી જીણી રજ બની !!
કાગળ નીકોથળીમાં સરી પડ્યા






"મેજર જગાણી"
સત્ય મેવ જયતે


   Source   

73.શબ્દો ની રજ (page94)

काव्य संग्रह:-ફૂલો ને જુઓ જરા

Year:-1996

પ્રત:-1000
પ્રકાશક:-હરિ મંગલ નેશનલ હાઇવે નં. 8, 
ઓવર બ્રિજ પાસે,
ગામડી તા.જી. આણંદ
લેસર સેટ એન્ડ મુદ્રક:- એલ. એબ્રિલ, એસ. જે., 
ગામડી. તા. આણંદ


Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages