-:સાખી:-
-:ભજન:-
અખંડ આનંદ માણે, સ્વામી નારાયણ નામી
નિત કથા કીર્તન ચાલે જ્ઞાન કેરી વર્ષા જામી
અખંડ આનંદ માણે.........
રિદ્ધિ સિદ્ધિ પડખે જેને દિલડું છે દરિયા જેવું
પ્રગટ બ્રહ્મ સ્વરૂપ છે, છે બાપા અંતર યામી
અખંડ આનંદ માણે.........
ખોટા ખરાંનો ભેદ જાણે, છે સંત ઝવેરી સાચા
કલયુગની હવા ન લાગી, ગુરુ શાસ્ત્રીને પામી
અખંડ આનંદ માણે.........
શ્રદ્ધા રાખી શરણે આવે, સુતેલુ કિસ્મત જાગે પલમા
સંભાડ રાખે હરિ ભક્તોની છે પ્રગટ ગુરુ નથી ખામી
અખંડ આનંદ માણે.........
બાપા તવ ચરણે આવી ને મુક્તિ પામે દુરાચારી
કૃપા તણી દ્રષ્ટિ રાખો, "જગાણી" માથે પ્રમુખ સ્વામી
અખંડ આનંદ માણે.........
રચના: 05/07/2005
પ્રકાશિત: 06/01/2018
પ્રકાશિત: 06/01/2018


Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.