દિવ્ય કૃપા ઈશ્વરની


નમે સાંજ શ્રવણની ને
વાદળીયો સહુ ટોળે વળે
સજી રંગબેરંગી ચીર રૂપાળા
કુમારીકાઓ જાણે ગરબે રમે

ઢળતી સાંજ ના ઠંડા પવને
કમળ જોકુ આંખડીયે અડે
સુગંધ મધુર ઊડતી
રાત રાણી રૂપાળી ખીલે

ઝબૂકે વીજ ગગને
શ્યામ વાદળો મહી
હરિ દર્શન મળે અહીં
જીણી પડે બુંદો જગાણી
ધરા પર અમી છાંટા ઉડે
દિવ્ય કૃપા ઈશ્વર તણી
આજ આકાશ પર થી ઢળે

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages