Share this on

ઝાડવાં જગના સાચા સ્નેહી


પ્રાણીઓ ના પ્રાણ ધબકાવે, ઝાડવાં જગના સાચા સ્નેહી.
રોગીઓ ના રોગ હટાવે, ઝાડવાં જગના સાચા સ્નેહી.

વૃક્ષ વિના ભૂમિ ભયંકર ભાસે, 
ઉજ્જડ રણમાં ઉડે ધૂળ
ઝેરી ધુવા થી જગ બચાવે, ઝાડવાં જગના સાચા સ્નેહી.

ટુકડા કરો કે ઉભા કાપો, મૌન મુનિ એતો શાંતિ ના દૂતો.
મીઠા ટહુકે રૂડા પંખીડા સમજાવે, ઝાડવાં જગના સાચા સ્નેહી

મધુર ફળ માણતા ને પૂછો, કાપવા ઘટે કે કરવી સેવા.
જીવતર એનું સમર્પણ બતાવે, ઝાડવાં જગના સાચા સ્નેહી.

યુગો યુગનાં એતો બેલીડા, વર્ષા ને વૃક્ષ પંપાડી વરસાવે.
"જગાણી" ઈશ્વર ઈશારે સમજાવે, ઝાડવાં જગના સાચા સ્નેહી

Share this

Related Posts

Previous
Next Post »

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.