કહો ક્યાં ગયા?


મારી આંખો ને સ્વપ્ન બતાવી, કહો ક્યાં ગયા?
મારા દીલ થઈ દિલ મીલાવી, કહો ક્યાં ગયા?

ખીલી ના ફૂલ બનીને, મારી તમન્નાઓ ની કડીઓ.
તરસતી નઝરોને તળપાવી, કહો ક્યાં ગયા?

વિરહના ગીતો ગાવાની, મારી આદત નહોતી!
દુઃખ નો દરિયો હિલોડે ચડાવી, કહો ક્યાં ગયા?

જુના ઝખ્મો ના ઘાવ, "જગાણી" ટપકે છે હજુ.
કોમળ દિલને સુલીએ લટકાવી, કહો ક્યાં ગયા?

અગન જ્વાળા સંગે, ઓઢી ગગન ની ઓઢણી.
રમત પડદા પાછળ રચાવી, કહો ક્યાં ગયાં?

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages