મોરલી વાળા

ગુજરાતી ભજન, gujrati bhajan, mejar jagani, morali wada, krishna bhajan

મોરલી વાળા જાણજે વાતું, કહેતા હું તમને લાજુ રે,
મુખડું જોવા મવા તણું, હાઇડામાં જીણું જીણું દાઝુ રે.
મોરલી વાળા.......

તૃષ્ણા જાયછે વધતી વાલા, મન ભરી જોવા મુરારી રે.
શરમ ના ફૂટે શેરડા કાના, લજ્જા થી નેણલા ઢાળૂ રે.
મોરલી વાળા.......

લાડ કરી બોલવું નંદલાલા, શેરીયું સજાવું રુડી રે
માનીતા જામાડું માનથી, માખણ જમાડું તમને તાજું રે
મોરલી વાળા.......

કાજળ મારુ કુનું કમળ, સ્નેહ જળ ભરજો તેમાં રે
મનહર નામ મનડું મોહે, વાંસળી ના સૂર જાદુ રે
મોરલી વાળા.......

પ્રેમી હ્દય પાંગળા પ્રભુજી, "જાગાણી" હૂંફ વિના નવ હાલે રે
નેણાં ને આંગણે રમો શામડીયા, બંધ આંખડીએ ભાળું રે
મોરલી વાળા.......

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages