ભગવાં ધર્યા પછી


અંતરઘટમાં આનંદ મંગલ, નિરાશ થવાની જરૂર નથી.
ગુરુ બોધ લીધા પછી, દુઃખડા ગાવાની જરૂર નથી.
અંતર ઘટ માં.......

મસ્તીમાં વાગે વાજા તબલા, હરિ કીર્તન હરદમ ગાવા.
સામે ચાલી આવે મહેફિલ, ખોજવાની જરૂર નથી.
અંતર ઘટ માં.......

સુખ દુઃખ મેલીદે ને મનવા, છોડી દે સઘળી ઝંઝાળ.
ભક્તો ના કાજ હરિ કરે, ફિકર રાખવાની જરૂર નથી.
અંતર ઘટ માં.......

જ્ઞાન ધ્યાન ને સમાધિ, આ અણમોલ ખઝનો અમારો.
ભગવાં ધર્યા પછી સંતો, શૃંગાર સજાવવાની જરૂર નથી.
અંતર ઘટ માં.......

"જગાણી" ગુરુ જ્ઞાન બતાવે, પૂરણ બ્રહ્માંડ જુઓ પિંડમાં.
ભીતર બહાર એક અવિનાશી, પછી ડરવાની જરૂર નથી.
અંતર ઘટ માં.......

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages