શીખવું પડે

કરોળિયા ની ઓલાદ ને જનમ થી,
                 જાળ બનાવતા આવડે.
માણસ ની ઓલાદ ને,
                જાળ બનાવતા શીખવું પડે.

જનવરો ની ઓલાદ ને જનમ થી,
                જન્મ થી તરતા આવડે.
માણસ ની ઓલાદ ને,
                તરતાં શીખવું પડે.

પંખીને રોજ પ્રભાતે જનમ થી,
               કલરવ કરતા આવડે.
માનવ ની ઓલાદ ને,
               પ્રભુ ભજન શીખવું પડે.

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages