સુંદરતા ની મુરત

સુંદરતાની તમે મુરત છો.
તમને ચમન કહું તો ખોટું નથી.

ગુલાબી ગાલે રમે છે ખુશી.
તમને અમન કહું તો ખોટું નથી.

ચમકે છે ચહેરા ની લાલી.
તમને રતન કહું તો ખોટું નથી.

નિરખતા તુજને નયનો ઠરે.
તમને પવન કહું તો ખોટું નથી.

તુજ કામણગારી કાયા મહેકે.
તમને ચંદન કહું તો ખોટું નથી.

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages