ઈશ્વર અને માનવ વચ્ચે તફાવત કેટલો?
બંને વિશ્વ ને ધ્રુજાવાની તાકાત રાખે છે!
ઈશ્વર ની ચીજ નાના માંથી મોટી થાય છે,
અને માનવ ની ચીજ મોટા માંથી નાની પણ થાય છે.
માનવી ની ઈચ્છાઓ પ્રમાણે અનુકુળ થાય છે,
અહીંયા ઈશ્વર કરતા પણ માનવ આગળ દેખાય છે.
હોનારત માં કોણ કોનાથી આગળ છે, ઈશ્વર ની શક્તિ,
ધરતીકંપ, વાવાઝોડું, સુનામી, મહામારી જેવા ભયંકર રોગો ઈશ્વર નો પ્રકોપ કહેવામાં આવે છે.
માનવીની શક્તિ તેનાં અણુબૉમ્બ, મિસાઈલ, તોપ, મશીનગન, રાસાયણિક-જૈવિક ઘાતક શસ્ત્રો.
દુનિયામાં હચમચાવી નાખે આ વાત તદ્દન સાચી છે,
માનવ જાત પાઠ ભણાવવા ઈશ્વર તથા માનવ પ્રકોપ કરે છે.
રમકડાં બનાવતી કંપની ઉચ્ચી ગુણવત્તા વાળા
રમકડાં બનાવે છે, પણ એ રમકડાં કંપની કરતા મોટા ક્યારેય થઈ શકે નહીં વાત તદ્દન ખરી છે, એવી રીતે માણસ પણ ઈશ્વરના રમકડાં છે ઈશ્વર કરતાં ક્યારેય મોટા થઇ શકે નહીં એ વાત પણ તદ્દન ખરી છે.

Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.