તણખલા ના તોલની

તણખલા ના તોલની, આ જિંદગી ઉડી જશે પલમાં.
કરીલે ને શુભ કમાણી, નહીતો પછતાવું પડશે પલમાં.
તણખલાના તોલની......

સમય તણું ચક્ર છે ઈ, જૂનું નથી થાતું જગમાં.
જુવો છેડલો અયખાનો, આવી જશે ભાઈ એક પલમાં.
તણખલાના તોલની......

રજકણનો હિસાબ છે, એ મલિક તણી એ નજરમાં.
સડી જશે જાળ કપટની, તાંતણા તૂટી જશે પલમાં.
તણખલાના તોલની......

"જગાણી" ગુપ્તસેના પ્રભુતણી, સંભાળે જગનો કારોબાર.
ચોકી રાખો ભલે ચારે બાજુ, યમ વિજય કરી જશે પલમાં.
તણખલાના તોલની......

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages