Share this on

એવું જોર ન ચાલે મારા હાથે

એવું જોર ન મારા હાથે, પ્રભુ મારી નાવડી કરજો પાર.
એવો લાચાર બુઢાપો આવ્યો ક્યાંથી, પ્રભુ મારી નાવડી કરજો પાર.
એવું જોર ન ચાલે......

ડગમગ થયા પગડાં મારા, શ્વાસોની ગતિ ભારી.
કરવી ક્યાં જઈને ફરિયાદ, વસમો લાગે ખુદનો ભાર.
એવું જોર ન ચાલે.......

ધનજોબન ને રૂપ ગયું, આ તો દુઃખડાં માથે દુઃખ થયું.
એક વિપત હટે ને બીજી આવે, હવે ભોજનમાં ન આવે સાર.
એવું જોર ન ચાલે.......

કરી કમાણી પરિવાર કાજે, ખુદનો ખરચ ભારે લાગે.
કોને કહું આ વેદનાની વાતો, હવે થાક્યો તાણી ભાવનો ભાર.
એવું જોર ન ચાલે.......

સમયની સાથે બદલે જીવન, અટલ છે નિયમ પ્રભુનો.
"જગાણી" પહાડોના પથ્થર, કે જેને લાગ્યો સમયનો માર.
એવું જોર ન ચાલે.......

Share this

Related Posts

Previous
Next Post »

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.