ગજબ છે તારી નજર, નિશાન કદી ચૂકતી નથી.
નેકી બદી ગણ્યા કરે, જરી વાર કદી રૂકતી નથી.
જોર છે જ્યાં લગી, જુલ્મને ભલે પોસ્યા કરે.
અધમ કૃત્ય મચાવીને, જગને ભલે ડરાવ્યાં કરે.
પુણ્ય પરવાર્યા પછી, દિશાઓ કદી સુજતી નથી.
નેકી બદી ગણ્યા કરે.......
જરા વિચારીને જુઓ, દાવ પ્રપંચના રમનારા.
થશે શું હાલત તારી, ઓ ભ્રમણામાં રહેનારા.
ચાલબાજી ચતુરોની, તેની પાસે કદી ચાલતી નથી.
નેકી બદી ગણ્યા કરે.......
ખુદના સ્વાર્થ કાજે, ગલત ડગલાં ભરજે નહીં.
કોઈનું દિલ દુઃખાય એવું, કર્મ તું કરજે નહીં.
તરે છે નાવ જૂઠની જુઓ, અંતે મંજિલ મળતી નથી.
નેકી બદી ગણ્યા કરે.......
ત્રણેય ભવનમાં ફરે છે, દાતા એક નઝર તમારી.
ચીરે દિવારોના પરદા, એવી સમર્થ નઝર તમારી.
શરણાગતિ સ્વીકારે "જગાણી" બીજી કોઈ યુક્તિ નથી.
નેકી બદી ગણ્યા કરે.......
Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.