Share this on

ફળ્યા ના વરદાન

ફળ્યા ના વરદાન દાનવોને, ભલે કઠોર તપ કીધાં.
મત ફરી ના દાનવોની, જેણે તપ કરી ને દુઃખડાં લીધાં.
ફળ્યા નાં વરદાન......

તપ કર્યું દાનવ ભશ્માસુરે, જેણે શિવનાં વરદાન લીધા.
દ્રષ્ટિ બગાડી માતા પાર્વતી પર, જેણે ભોળાને દુઃખડાં દીધા.
માંગી ભશ્મ કંકણ ને, ખુદનાં પતન હાથે કીધાં
ફળ્યા નાં વરદાન......

તપ કર્યું હિરણ્ય કશ્યપે, જેણે અમર વરદાન માંગ્યા.
દીધાં દુઃખડાં પ્રહલાદને, જેણે હારે થવાના કોડ જાગ્યા.
પ્રગટ થયા પ્રભુ નરસિંહ રૂપે, જેણે હિરણ્ય કશ્યપ ના પ્રાણ લીધા
ફળ્યા નાં વરદાન......

છૂટી લાલચ રાવણની, જેણે ભમર તપ કીધાં,
મળી સતાને ગર્વ થયો, જેણે સતી સીતાનાં હરણ કીધાં,
વિજય થયા શ્રીરામ "જગાણી" દળ રાવણ સહિત સંહારી દીધા
ફળ્યા નાં વરદાન......

Share this

Related Posts

Previous
Next Post »

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.