સેવી લે તું સંત સાચા - તારી બગડેલી સુધરે બાજી હોજી રે.
પીલે સમરણ રસ ધારા - પ્રભુ ને કરીલે રાજી હોજી રે.
સેવી લે તું સંત સાચા.......
કરી કમાણી કરોડ કમાયા - ઘટતી જાય જીવન ધારા હોજી રે.
પ્રીત લગાવી લે તું શ્રી હરિ સંગે - જીવનમાં તું જાંખ જરા હોજી રે.
આજ ખીલ્યા જે ફૂલડાં કાલે - પાંખડીઓ નહીં રહે તાજી હોજી રે.
સેવી લે તું સંત સાચા.......
સુરતા જેની ચડી ગગનમાં - પૂર્ણ બ્રહ્મગુરુ જ્ઞાની હોજી રે.
સત વચન જૂઠ ન બોલે - વાણી વિવેક ના દાની હોજી રે.
એક અવિનાશી આતમ જાણે - સત શબદ રહ્યો ગાજી હોજી રે.
સેવી લે તું સંત સાચા.......
પલમાં બદલે ભાગ્ય તારું - હરિ તણાં ગુણલાં ગાતા હોજી રે.
ત્રિવિધી તાપ ટળી જાય સઘળાં - ગુરુજીને શરણે જાતાં હોજી રે.
આજ ઘડી છે તારા સંગે - કાલે નહીં આવે પાછી હોજી રે.
સેવી લે તું સંત સાચા.......
ખેલો ચાહે ભાઈ દરિયા કાંઠે - મન ચાહે તે વૈભવ માણે હોજી રે.
ગુરુજ્ઞાન વિના છે સઘળી ભ્રમણાં - અખંડ મોજ ન આવે જાણો હોજી રે.
અંતરના રણકાર વિના "જગાણી" સમજાય નહીં વાતું સાચી હોજી રે.
સેવી લે તું સંત સાચા.......
Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.