દિલ થયાં જેના દરિયા જેવાં, સહેવા જેવું પછી કાંઈ નથી.
જેણે હરિ નામનો રસ પીધો, એને કહેવા જેવું પછી કાંઈ નથી.
દિલ થયા જેના........
ધીરજ જેની ડોલે ના કદી, પોતાના દુઃખડાં ખોલે ના કદી.
સોંપી દોરી જેણે હરિ ને હાથે, ડરવા જેવું પછી કાંઈ નથી.
દિલ થયા જેના........
હરિનાં મનમાં ભેદ નથી, ભક્તિ ઇજારો કોઈનો નથી.
રૈદાસના કુંડે ગંગા પ્રગટી, બોલવા જેવું પછી કાંઈ નથી.
દિલ થયા જેના........
ગુરુએ બતાવી એવી યુક્તિ, જીવતે જીવ મેળવી મુક્તિ.
અખંડ શાંતિ જાગી મનમાં, માણવાં જેવું પછી કાંઈ નથી.
દિલ થયા જેના........
નિર્મલ મન રાખી "જગાણી" કરી જેણે હરિ નામની કમાણી.
જાગી જેની આતમ ચેતના, પામવા જેવું પછી કાંઈ નથી.
દિલ થયા જેના........
Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.