Share this on

He ishwar

He ishwar kavya, mejar jagani, bird feeding babies, gujarati best kavya, best gujarati kavya,
જુવો પંખીડાના આ બચ્ચા માળામાં

કેવી ચાંચો અધ્ધર કરી ને કરે પાંખો પહોળી

ચાંચો ખોલીને કાઇંક બોલવા મથે

તેમના જીણાં જીણાં કલરવ માં 

હજુ તેમના કંઠમાં પૂર્ણ સ્વર આવવાનું બાકી છે

ઉગતા આ ભાસ્કર હુંફ જરૂર આપશે તેમને 


નાની આંખો પહોળી કરીને નિહાળે ખુલ્લો આકાશ
આછી આ પાંખો માં તેમનો કોમળ દેહ પાર વર્તાય
હજુ તેમને પીંછાનું પહેરણ પહેરવાનું બાકી છે
ઉગતા આ ભાસ્કરની હૂંફ જરૂર આપશે તેમને 

કેવી ચાંચો ભરી ભરી ને ખવડાવે 
પંખીડા પોતાના આ બચ્ચા ને કેવું રૂપાળું વ્હાલ નીતરે
આ તણલખલાનાં માળા માં 
હજુ તેમના પીંછામાં પૂર્ણ રંગ નિખારવા નું બાકી છે 
ઉગતા આ ભાસ્કર ની હુંફ જરૂર આપશે તેમને

ગગનમાં ઉડવા નો ઉમંગ છે 
આ પંખીડાને ખુલ્લા આકાશ માં 
પાંખો હલાવી હલાવી ને 
નિત નિત કસરત કર્યા કરે
હજુ તેમની કાયામાં પૂર્ણ શક્તિ ઊભરવા ની બાકી છે
ઉગતા આ ભાસ્કર ની હુંફ જરૂર આપશે તેમને 
પછી તેઓ નિરાંતે પાંખો હલાવી ને ગગન માં ઉડાન ભરશે
હે ઈશ્વર તેઓને આ શિકારીઓની આંખથી તું બચાવજે
ઉગતા ભાસ્કર ની હુંફ જુરુર સદબુદ્ધિ આપશે તેમને

Share this

Related Posts

Previous
Next Post »

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.