કુંડા ના છોડ ને

Gujarati kavya , lattest gujrati kavya, life inspiration, mejar jagani


કુંડા ના છોડ ને દોસ્તો! રીબાબવું પડે છે.
ખાતર મળે પાણી મળે છતાંય કચવાવું પડે છે.
કુંડા ના છોડ ને.......



મળે છે ફળફળાદિ, પાંજરા ના પોપટને.

બોલે ઇ ગમ દબાવી, દંભે હરખાવું પડે છે.

કુંડા ના છોડ ને.......

ખીલી નવ શકે પ્રેમ શંકા જેના મન માંહી.
ભ્રાંતીઓ ને જીવન, વસવું વિતાવવું પડે છે.
કુંડા ના છોડ ને.......

થોડા પાણી ના માછલાં ને જીવન લાગે પ્યારું
જીંદગીને બચાવવા કાદવ માં છુપાવવું પડે છે. 
કુંડા ના છોડ ને.......

જગાણી જુએ વેદના લાચાર જીવો તણી.
જે પરવશ હોય તેમને પછતાવું પડે છે.
કુંડા ના છોડ ને.......


From book:-
Fulo ne juo jara 
(Kavy sangrah)
Year1996
61.કુંડા નો છોડ
Page74

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages