Share this on

વીર તારે જોબનીયે

Gujrati shradhanjli kavya of pulvama, mejar jagani, indian army, pulwama attack

વીર તારે જોબનીયે, રંગ લગાવ્યો રણમાં
અંગથી છૂટી રક્ત ધારા, રવિ રંગાયો રણમાં
વીર તારે જોબનીયે.......

ત્યજી જેણે સેજ સુંવાળી, ત્યજી જેણે પ્રિયા રુપાળી
મેલી અધૂરા મનના ઓરતા, પોઢયો કંટક ભર્યા રણમાં
વીર તારે જોબનીયે.......

શહીદો તણો શોક ન ધરજો, પુષ્પ અંજલિ અર્પણ કરજો
મર્દો ને મારગ બતાવે, તારલો બનીને ચમક્યો રણમાં
વીર તારે જોબનીયે.......

મોતને પણ લજ્જા આવે, શૂરવીર સામેથી બોલાવે
કાળજે લાગી ગોળી, હોકારે હાલવા લાગ્યો રણમાં
વીર તારે જોબનીયે.......

By:- "mejar jagani"

Share this

Related Posts

Previous
Next Post »

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.