Share this on

તારા વગર

સમય ની પળો હટતી નથી, ઓ સાથી તારા વગર,
શીરીતે ગુજારું રાત આખી તારા વગર,
સમય ની પળો.......

છે પ્રેમ ની પીડા, બધા સમજી શકતા નથી,
કોને કહું દિલ ની વાતો, બાકી છે તારા વગર,
સમય ની પળો.......

એકલા જીવવા ની દોસ્ત, એવી સજા મળી,
કે જિંદગી ની પળો હવે, પાકી તારા વગર,
સમય ની પળો.......

ઇંતજાર કરી પાયમાલ થયો એટલો હું,
જામ ના ગળે ઉતરે ઓ શાકી તારા વગર,
સમય ની પળો.......

'જગાણી' કાળી ભમ્મર રાતડી જલાવે છે મુજને
વેદના એવી જાગી, ઝહેર ની બનાવું ફાકી તારા વગર,
સમય ની પળો.......

Share this

Related Posts

Previous
Next Post »

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.