Share this on

તુજ રૂપ ની ધૂપ


તુજ રૂપ ની ધૂપ ના વેઠી શકે, દિલ તેથી ધડકતા હશે,
આ કાળી ભમ્મર લટો મહી થી, અમાશ ના અંધારા ઝરતા હશે.
તુજ રૂપ ની ધૂપ......

આંખડી ની ધાર પાર શોભે, રુડી કાજલ ની લકીર
જોઈ તુજ આંખડીની શીતળતા, તેજ ચાંદનીના બળતાં હશે!
તુજ રૂપ ની ધૂપ......

ઉછળતા હરણા નો તરવરાટ, પ્રભુએ ભર્યો તુજ અંગો મહી,
નિહાળી તમને સુંદરી, જળ સાગરના નાચતા હશે !
તુજ રૂપ ની ધૂપ......

હિમ શિખરો મહી ભરે છે આગ, તુજ સ્મિત માહી ગરમી એટલી !
નીરખી મોહિની સુરત ને, ઉર માનવીઓ ના ઝલતા હશે
તુજ રૂપ ની ધૂપ......

તુજ અધર મુલાયમ એટલા, સજની તેની શુ હું વાત કરું,
હંસલા જળમાં કમળ સંગે, સાજણ તેની તારીફ કરતા હશે !
તુજ રૂપ ની ધૂપ......

Share this

Related Posts

Previous
Next Post »

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.