Share this on

માતાનું દૂધ

જુઓ, જુઓ, પેલાં કુરકુરિયાં ! તેની માતાને વળગી...................,  Gujarati kavya, mejar jagani

જુઓ, જુઓ, પેલાં કુરકુરિયાં !
તેની માતાને વળગી,
ચસ-ચસ ધાવે,!
શું માતાના દૂધમાં આટલી મીઠાસ ?
પેલું કુદકા મારતું, ગાયનું વાછરડું!
તેની માતાને વળગી પડ્યું!
ધવતાં, ધવતાં, પૂંછડી હલાવી, થુંણાં મારે, !
શું માતા ના દૂધમાં આટલી મીઠાસ?

પેલાં બકરીનાં બચ્ચા, તેની માતા ને ધાવે,
તેની ધવવા ની તીવ્ર ગતિ, કંઈક જુદી પડે,!
શું માતાના દૂધમાં આટલી મીઠાસ?

જુઓ જુઓ પેલાં માનવનાં બાળ,
તેની નાની ચીસો વડે,
આમ કહેતું હશે ?
ઈશ્વરે તો આપ્યું છે, મારી માતાને દૂધ,
તે કોને માટે સંતાડી રાખ્યું?
હાથમા બોટલ ને ચીસો પાડે,!
ક્યાંક, ક્યાંક...!!
પેલા માનવ નું બાળ....!!
શું માતાના દૂધમાં આટલી મીઠાસ

Share this

Related Posts

Previous
Next Post »

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.