Share this on

કુરિવાજો

મારા હ્રદયમાં ફૂટ્યું, કવિતા નું બીજ.
ધીમેથી ઉપાડી, કાગળ ની ધરતી પર રોપી દીધું
મારી કલ્પનાઓનું ખાતર, વર્ષોથી પડ્યું હતું.
ઉગેલા બીજની આજુ બાજુ, ભરી દીધું.
ખાતરની ધીમે ધીમે, હૂંફ મળી. ઝીણા ઝીણા અંકુરો ફૂટ્યા
નિત ઉઠી સવારે, હું જોયા કરું.
પછી આશા નું પાણી, તેમાં રેડયા કરું.
ડાળીઓ ફૂટી ઝીણી ઝીણી
મારી ગફલતના કારણે, જંતુ તેમાં પડ્યા ભૂલનાં !!
એ મારી કવિતાઓ ની પાંખડીઓ, કોરી ખાતા. ત્યારે મને ચીડ ચઢી.
કલમ ના ફુવારે, શાહીની દવા છાટી, નાશ પામ્યાં.
અને હું રાજી રાજી થયો, નિરાંત અનુભવી
અચાનક મારી નઝર, આ જગત પર પડી.
અરે રે બાપરે બાપ !! પેલી બારમાની લાંબી લાંબી ઈયળો !!
ને બાળ લગ્નો ક્રિયા કાંડી કુરિવાજો !!
અંધશ્રદ્ધાના મોટા મોટા કીડાઓ !!
માનવ સમાજ ને, કોરી ખાય છે !!
વહેમી તથા મૂઢ ને ફોલી ફોલી ખાય છે, અજ્ઞાનના કારણે !!
અફસોસ સુઘડ સમાજ ને પણ, તોડી ખાય છે !!
દહેજ ના તાજા માજા કીડાઓ, તે શરમ ની વાત છે.
ઉઠો કવિઓ તથા લોખકો, માનવીઓ પુકાર પાડે છે.
તમારી કલમમાં, શાહીની દવા ભરો.
ઝેરી લેખ લખી, મારી નાખો ખદબદતાં કુરિવાજોના કીડાઓને.


રચના:1996
ફૂલોને જુઓ જરા
મેજર જગાણી

Share this

Related Posts

Previous
Next Post »

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.