Share this on

મેલા જેના મન

મેલા જેના મન, સાગર કે ઝરણાં કદી ધોતા નથી. કડવી ભૂમિ પર................    Gujarati bhakti geet, mejar jagani, mela jena man,

મેલા જેના મન, સાગર કે ઝરણાં કદી ધોતા નથી.
કડવી ભૂમિ પર, મીઠા કાણો કદી ઉગતા નથી.
મેલા જેના મન........

નિજ ભીતર ઝાંખે નહીં અવર જુએ અવગુણ અપાર
સ્વાર્થ માં એ સમજે ઘણું, પરોપકાર કદી કરતા નથી
મેલા જેના મન........

બતાવી ચમત્કાર, જુઓ ભોળા ને ભરમાવે!
ઢોગીઓ ના મન પર, અંકુશ કદી હોતા નથી.
મેલા જેના મન........

ચારિત્ર્યવાન સાધુ ને, કલંક લગાવે કામી ને કપટી.
ભારે મારે છે પૃથ્વી ને, પાપ વજન કદી ઘટવા દેતા નથી!
મેલા જેના મન........

"જગાણી" પાછતાયો હશે સૃષ્ટિનો સર્જનહાર,
મારા બનાવેલા માનવો, મારા સામું કદી જોતા નથી!
મેલા જેના મન........


Source: ફૂલો ને જુઓ જરા
(1996)

Share this

Related Posts

Previous
Next Post »

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.