Share this on

આશ્રમના ખોળે

પુષ્ટ રૂપાળી તરુણ ગાંડી, શહેર ની ગલીઓ મહી,
કઢંગી હાલતે રઝડતી !!
કોઈ ભલા માણસોને, દયા આવતી ત્યારે.
વસ્ત્ર દાન કરતા, !
કોઈ લુચ્ચાઓ તેને ખાવાની ચીજો આપી,
તેનાં અંગો નિહાળી, મશ્કરી કરતા !!
વાસના ભૂખ્યા, ગીધ સમા માનવો.
ગભરુ ગાંડી તણા દેહને, ચૂંથી નાખતા તક મળે.
આવા કુકર્મી નરાધામોની મહેર થકી !!!
ગાંડી અબળા, સગર્ભા બની.
જોત જોતામાં, દિવસોના દિવસો વીતી ગયા.
અને આખરે પ્રસુતિ ની, ઘડીઓ આવી.
ગાંડી ગભરુ ને, પ્રસુતિ ની વેણો ચડી.
પશુ માફક થઈ પ્રસુતિ, કુદરતની સહાય થકી !!
પ્રસુતિ ની પીડા, અસહ્ય નિવડતા.
તરુણ ગાંડી ના પ્રાણ પંખેરું ઉડી ગયો.
મૃત્યુ પામેલી માતા ના, ચરણો પાસે ચીસો પાડતું,
ધરતી ની ધૂળમાં, રગદોળાઇ રહ્યું સુકોમળ બાળ !!
રુદન ચીસો વડે કહેતું હશે.
ઓ મા મને તારી છાતીએ લગાવ.
ધીમે ધીમે લોક ટોળું, એકઠું થયું તે દ્રશ્ય નિહાળતા.
લોકો કરુણ સ્વરે બોલતાં, અરે રે ભગવાન !
આવું કુકર્મ કોણે કર્યું ?, બિચારી ગાંડી હારે?!
આખરે નગરપાલિકાના આગેવાનોને ખબર પડી.
પોલીસની મદદ થકી.
ગાંડી ના મૃતદેહને, અગ્નિ દાહ દેવાયો.
વાસના ભૂખ્યા, પરાધિઓએ કરેલ શિકાર
વિના ફરિયાદે, અગ્નિમાં બળી રાખ થઈ થયો.
જે બાળને જોઈતી હતી, માતાની હૂંફ,
તે બાળ જઈ પડ્યું આશ્રમના ખોળે

રચના: 1996
ફૂલો ને જુઓ જરા

Share this

Related Posts

Previous
Next Post »

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.