હું તો ઢેલ બનીને ઢળકતી રહી, તમે ન આવ્યા મોર બનીને.
હું તો કોયલ બનીને ટહુકતી રહી, તમે ના આવ્યા ફાગણ બનીને.
હું તો ઢેલ બનીને.......
અંગ અંગ ઉછળે જવાની, તનમાં તપી આગ જોબન તણી.
હું તો ધરતી બનીને ધકતી રહી, તમે ના આવ્યા મેઘ બનીને.
હું તો ઢેલ બનીને.......
તમારા કાજે સોળે સજી શણગાર, રસીયા! રાહ તમારી જોતી રહી.
હુ તો ફૂલ બનીને મહેકતી રહી, તમે ના આવ્યા ભ્રમર બનીને.
હું તો ઢેલ બનીને......
પૂનમ કેરા ચાંદા સમું, વાલીડા! રૂપ મારુ વરસ્યા કરે.
હું તો ચાંદની બનીને ઝરતી રહી, તમે ના આવ્યા ચકોર બનીને.
હું તો ઢેલ બનીને.......
મિલાવી નઝર મેં દિલથી સનમ, નિર્મોહી પર મોહી પડી.
હું તો સાગર કાંઠે તરસતી રહી, તમે ના આવ્યા વીરડો બનીને.

Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.