ખુશીઓ મારી, સમયના તળે દબાઈ ગઈ!
જિંદગી મારી, ઘડપણ આવ્યે બદલાઈ ગઈ!
ગરદન પકડી ગરીબી એ, જુઓ જબરજસ્તી.
છટકવું શી રીતે? જુવાની મારી રિસાઈ ગઈ.
ભૂખથી પીડાતા દેહને, ફેરવું ક્યાં સુધી?
હાડપિંજર જેવા દેહને, તાણવું કયાં સુધી?
હવે સૂકા લાકડા જેવું, તન બની ગયું મારુ.
લાકડીના સહારે આ દેહને, પાલવું ક્યાં સુધી?
પૂરતો ના મળે આહાર, હવે હું બીમાર છું.
રોગ થઈ ઘેરાયો દેહ, હવે હું લાચાર છું.
ભૂખ ટાળવા ભટકી રહ્યો, ગલીઓ મહી.
ના રહ્યો કોઈ સહારો, હવે હું નિરાધાર છું.
દેખાય છે મુજને, સીધા માર્ગો હવે શિખર,
રિબાયેલા દેહ ને, ચડવું શી રીતે શિખર?
તન નો ભાર, વસમો લગે છે મુજને આજ,
ભૂખ ભરાણી પેટ મહી, ભોજન પડ્યું શિખર.
છે ઊંચો શિખર આ સંસાર, જીવવું શી રીતે?
ભીખ માંગી જીભ થાકી, હવે બોલવું શી રીતે?
થાકી ને વૃદ્ધ દેહ, ઢળી પડ્યો આખરે "જગાણી"
જીવન બન્યું જંગ, શક્તિ વીણ લડવું શી રીતે?
ગરદન પકડી ગરીબી એ, જુઓ જબરજસ્તી.
છટકવું શી રીતે? જુવાની મારી રિસાઈ ગઈ.
ભૂખથી પીડાતા દેહને, ફેરવું ક્યાં સુધી?
હાડપિંજર જેવા દેહને, તાણવું કયાં સુધી?
હવે સૂકા લાકડા જેવું, તન બની ગયું મારુ.
લાકડીના સહારે આ દેહને, પાલવું ક્યાં સુધી?
પૂરતો ના મળે આહાર, હવે હું બીમાર છું.
રોગ થઈ ઘેરાયો દેહ, હવે હું લાચાર છું.
ભૂખ ટાળવા ભટકી રહ્યો, ગલીઓ મહી.
ના રહ્યો કોઈ સહારો, હવે હું નિરાધાર છું.
દેખાય છે મુજને, સીધા માર્ગો હવે શિખર,
રિબાયેલા દેહ ને, ચડવું શી રીતે શિખર?
તન નો ભાર, વસમો લગે છે મુજને આજ,
ભૂખ ભરાણી પેટ મહી, ભોજન પડ્યું શિખર.
છે ઊંચો શિખર આ સંસાર, જીવવું શી રીતે?
ભીખ માંગી જીભ થાકી, હવે બોલવું શી રીતે?
થાકી ને વૃદ્ધ દેહ, ઢળી પડ્યો આખરે "જગાણી"
જીવન બન્યું જંગ, શક્તિ વીણ લડવું શી રીતે?
Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.