Share this on

ધીરજ


દુઃખી દિલ ને ધીરજ આપ, નિરાધાર ન કર તું.
પ્રાણ છે જ્યાં લગ, જગથી વહેવાર ના તોડ તું.
જોઈ ડૂબતા સૂરજને, નિરાશ ન બન તું.
કાલ ઉગશે નવું પ્રભાત, વિચાર કરી તું.

તુજ આશા ની કિરણો, ન જાય આથમી.
હૈયડે ધીરજ નો દિપક, પ્રગટાવ તું.
પહાડોને પિંખી નાખે, માનવ તણી ભુજા.
પાતાળ ને ફોડી નાખે, માનવ તણી ભુજા.

સમંદર ચીરી પાર પાડે, માનવ તણી ભુજા.
શક્તિ જો અજમાવે, માનવ તણી ભુજા.
જીવન જીવવું હોયતો, મક્કમ મન રાખ તું.
હીમ્મત તારી વધ ન થાય ના, દ્રઢ મન રાખ તું.

સમય ની પળો ક્યારે થંભતી નથી.
વિશ્રામ ના મળે, કાળને એક પળ વીચાર કર તું.
સમય તો શોષી રહ્યો છે, પળો જિંદગી ની.
જેમ ધરા નીર શોષી રહી છે,જરા વિચાર કર તુ.

બળ કરતાં કળ વધારે, લડાઈ કરે!
બુદ્ધિ ના જોશ વડે ચંદ્ર પર ચડાઈ કરે!
ગજરાજ જેવા ને વશ અહીં ચતુરાઈ કરે!
પણ સઘળાં કામ જુઓ અધીરાઈ નષ્ટ કરે!

અધીરાઈ ને કદીયે સ્થાન, કદીયે ના આપ તું.
હૈયડે ધરપત રાખી, વિચાર કર તું.
જિંદગીને મોત આગળ હર માનવી પડશે.

ધબકે છે પ્રાણ તારા પંડ, હજી વિચાર કર તું.
દુઃખી દિલ ને ધીરજ આપ, નિરાધાર ન કર તું.
"જગાણી" કાલ ઉગશે નવું પ્રભાત વિચાર કર તું

Share this

Related Posts

Previous
Next Post »

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.