આ કાળી કોટડીની દીવસ કેરી રાતો, ક્યારે ખૂટશે?
પળ પળ કંપે કાળજુ મારુ, ઓ હરિ! ભય ક્યારે ટળશે?
આ કાળી કોટડીની........
સાત કપાયાં કુમળા બાળ મારાં, ધીરજ જાય ઘટતી,
હજુ મારાં ઓ હરિ! તારે પારખાં કેટલા લેવા પડશે?
આ કાળી કોટડીની........
નાના તે બાળ ની મોટી ચિસે પથ્થર પણ જાય ફાટી,
કાયમ પલળેલ રહે પાલવ ઓ હરિ! ક્યારે સૂકશે?
આ કાળી કોટડીની........
હાથે હાથકળિયું પગે રણકે બેડીયું અરજ સાંભળ મારી!
મારાં સ્વામી ના તનથી, લોઢા ની કડીયું હરિ ક્યારે છૂટશે?
આ કાળી કોટડીની........
નિત હૈયે સળગે હોડિયું, અમને જંપ ના મળે લગાર!
બ્રહ્માંડમાં શું પોઢયો હરિ! અસુરો નો અધમ ક્યારે તૂટશે?
આ કાળી કોટડીની........

Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.