દિવસો વીતે ને દુઃખડા વધે, વસમી લાગે કાલ.
હરખ લૂંટી ને હરિ ગયા, ખુશી ન આવે ગાલ.
દિવસો વીતે........
લૂંટી ખાતા માખણ લાડ થી, એ મીઠી તકરાર.
ભૂલ્યા કેમ કરી ભુલાય, મોહન તારા વ્હાલ.
દિવસો વીતે........
અધર ચૂમે વાંસળી, સૂર નો મધુર સ્વાદ.
સ્નેહ ભીની આંખડી,મનડા ને કરે બેહાલ.
દિવસો વીતે........
માધવ આ વેદના ઊંડી, તુંજ વિના ન આવે તાગ.
ફરી કૂદડી મારતા તાળી, નટવર યાદ આવે તાલ.
દિવસો વીતે........
"જગાણી" જુદાઈ ના ઘાવ ઝીલવા શીરીતે જીલાય.
સમજ હરિ તું શાનમાં, આ હૈડું મારુ નથી ઢાલ.
દિવસો વીતે........
હરખ લૂંટી ને હરિ ગયા, ખુશી ન આવે ગાલ.
દિવસો વીતે........
લૂંટી ખાતા માખણ લાડ થી, એ મીઠી તકરાર.
ભૂલ્યા કેમ કરી ભુલાય, મોહન તારા વ્હાલ.
દિવસો વીતે........
અધર ચૂમે વાંસળી, સૂર નો મધુર સ્વાદ.
સ્નેહ ભીની આંખડી,મનડા ને કરે બેહાલ.
દિવસો વીતે........
માધવ આ વેદના ઊંડી, તુંજ વિના ન આવે તાગ.
ફરી કૂદડી મારતા તાળી, નટવર યાદ આવે તાલ.
દિવસો વીતે........
"જગાણી" જુદાઈ ના ઘાવ ઝીલવા શીરીતે જીલાય.
સમજ હરિ તું શાનમાં, આ હૈડું મારુ નથી ઢાલ.
દિવસો વીતે........

Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.