Share this on

ઈશ્વર નું દાન

જીવન જીવવા કાજ,
આપી ધરતી ઈશ્વરે,
આપણને દાનમાં,
બરફીના ટુકડા જેમ,
શું કાપીને,
ઉપાડી લેશો???
આ તો ધરતી છે.
તેની વહેંચણી કરતાં કરતાં,
કેટલાક યુગો વીતી ગયા!
છતાંય......
એવી ને એવી.......!
અકબંધ છે!
આજ પણ,
દોરા જેટલી અલગ પડી નથી!
ખાલી ખાલી મનને મનાવવા,
"જગાણી" વચમાં કરી વાડ! 


ફૂલોને જુઓ જરા (1996)

Share this

Related Posts

Previous
Next Post »

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.