વરસે મેહુલો મન મૂકી,
વાદળ ગયા ઝુકી,
તરસ ઘટી, ધરા તનમાં,
મધુર બોલે, મોરલા વનમાં.
સરોવર, ઘરેણાં સજયાં,
રૂડાં, કમળ ખીલિયા,
હોંશે વરસ્યો, મોહુલિયો,
રૂપ- સરોવર છલકીયાં.
ઘરા રંગે, હરિયાળી થઈ,
મહેર, મેહુલિયા ની થઈ,
બપૈયા મન, આનંદ ભયો,
સરિતા, જોબનવંતી થઈ.
આ, અલબેલડી ઊપડી,
ચીરી પહાળ, સરિતા નીકળી!
જળ, જોબન અને જ્વાળા.
વિફર્યા બને વિકરાળ!
પહાડો ના, પથ્થર તોડતી!
અને કણ કણ- બનાવતી!
વિશાળ બળ ધારણ કરતી,
ઝાડો ના મૂળ ઉપાડતી.
હરણ વેગ દોડે ઝરણાં,
યૌવન છલકે અંગ,
વહે મીઠાં ઝરણાં,
થવા સાગર તણા સંગ.
નીર તડપે, સરિતા તણાં,
સાગર ને મળવા, કોડ ઘણા,
પડે ઊંચા પહાડથી ઝરણાં,
ઘાયલ અંગ પણ હેત ઘણાં.
વરસી મેહુલિયો, શાંત થયો,
તૂટ્યા વાદળ નભ ઉજળો થયો,
નાચે, પૃથ્વી ના જીવ અપાર,
આજ ધરતી નો ધણી રાજી થયો.
Source: ફૂલો ને જુઓ જરા (1996)
વાદળ ગયા ઝુકી,
તરસ ઘટી, ધરા તનમાં,
મધુર બોલે, મોરલા વનમાં.
સરોવર, ઘરેણાં સજયાં,
રૂડાં, કમળ ખીલિયા,
હોંશે વરસ્યો, મોહુલિયો,
રૂપ- સરોવર છલકીયાં.
ઘરા રંગે, હરિયાળી થઈ,
મહેર, મેહુલિયા ની થઈ,
બપૈયા મન, આનંદ ભયો,
સરિતા, જોબનવંતી થઈ.
આ, અલબેલડી ઊપડી,
ચીરી પહાળ, સરિતા નીકળી!
જળ, જોબન અને જ્વાળા.
વિફર્યા બને વિકરાળ!
પહાડો ના, પથ્થર તોડતી!
અને કણ કણ- બનાવતી!
વિશાળ બળ ધારણ કરતી,
ઝાડો ના મૂળ ઉપાડતી.
હરણ વેગ દોડે ઝરણાં,
યૌવન છલકે અંગ,
વહે મીઠાં ઝરણાં,
થવા સાગર તણા સંગ.
નીર તડપે, સરિતા તણાં,
સાગર ને મળવા, કોડ ઘણા,
પડે ઊંચા પહાડથી ઝરણાં,
ઘાયલ અંગ પણ હેત ઘણાં.
વરસી મેહુલિયો, શાંત થયો,
તૂટ્યા વાદળ નભ ઉજળો થયો,
નાચે, પૃથ્વી ના જીવ અપાર,
આજ ધરતી નો ધણી રાજી થયો.
Source: ફૂલો ને જુઓ જરા (1996)
Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.