પ્રેમ એવો પવિત્ર કરો, જેવી ફૂલો ની સુવાસ.
શીશ પટકે મજનું ને, લયલા ભોગવે ત્રાસ.!
પ્રેમ એવો........
પ્રેમની ફોરમ જો ફેલાય ના દૂર સુધી.
તો એ પ્રેમ છે, કાયર વાસનાનો દાસ.
પ્રેમ એવો........
પ્રેમ પવિત્ર રૂડો, વ્રજ વાસીઓ તણો.
જુઓ જગદીશને પણ રમવું પડ્યું રાસ.
પ્રેમ એવો........
પ્રેમ પવિત્ર સાવિત્રી નો, યમે માની હાર.!
પતિ ના છોડાવ્યા પ્રાણ ને, પુરી કરી આશ.
પ્રેમ એવો........
પ્રેમ માં હરિ વશે "જગાણિ" હરિ પ્રેમ નો દાસ.
પ્રેમ ખજાનો જગ જૂનો, કદીયે ના પામે નાશ.
પ્રેમ એવો........
Source: ફૂલો ને જુઓ જરા (1996)
(સુધારો કાવ્ય 56. પ્રેમ ખજાનો)
Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.