Share this on

અહીંયા


જગત ઘા કરીને ખબર પૂછે છે અહીંયા !
આગ ચાંપી ને ધીરજ ધરાવે છે અહીંયા !

જીવતા જીવોની, અહીં કદર કરતા નથી,
મર્યા પછી બનાવી છબી, પૂછે છે અહીંયા !

ધરમ ના ઓથા તળે મૂંગા પશુઓ ની બલી,
ખુદને રાજી કરવા, મદિરા પી જુમે અહીંયા !

  સ્વાર્થી 
ને તકવાદી , નિર્દોષ ને દોષી બનાવે,
જુઓ "જગાણી" બુદ્ધિ ના કિંગ છે અહિયાં !

સમુદ્ર મંથન કરતા  મળ્યું, સહુએ વહેંચી લીધું,
ભોળા ની પ્રસંશા કરી ઝહેર ધરાવે છે અહિયાં !

Share this

Related Posts

Previous
Next Post »

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.