પ્રેમ થઈ ગયો છે


પ્રેમ થઈ ગયો છે યારો, બોલવા દ્યો મને.
દિલ ની વાતો થોડી, ખોલવા દ્યો મને.

સાંજ પડતા છવાય, આંખે ગમ ના વાદળો.
યાદો ના ચમકારે, જરા રડવા દ્યો મને.

કણસતાં પ્રેમ ની ચીસો, સાંભળવી છે મારે
દિલની છબીમાં, ખુપેલું તિર કાઢવા દ્યો મને.

મોહ તણાં દલદલ માં ફસાયા પછી,
તડપે છે હૈયું, વેદના ની વાતો કહેવા દ્યો મને.

દર્દ નો તાગ આવેતો, માપી બતાવત.
છે મરણ તોલ ઘાવ, જીરવવા દ્યો મને.

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages