બેવફા દારૂ જંપતો નથી

આજ થઈ દારૂ હરામ, મુજ સનમ ને ગમતો નથી.
રોજ દુભાવે છે મુજ યાર ને, બેવફા દારૂ જંપતો નથી.

દારૂ ને તમે દોસ્તો, દિલમાંથી બહાર કાઢો.
કારણ દારૂ ના સંગે, કોઈને કિનારો મળતો નથી.

હોય ભલે ગમે તેટલું, મનોબળ મક્કમ તમારું.
દારૂ છે દાનવ હઠીલો, કોઈની આગળ નમતો નથી.

આવ મારી જિંદગી ને સાથી, તું બાગ બનાવી દે.
તુજ વિના કોઈનો સહારો, હવે જોઈતો નથી.

નવો સૂરજ નવી રાતો, નવી આશાઓ છે મારી.
છે તુજ નયન નશીલા, જામ હવે ખપતો નથી.

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages