ઝંખના

ઝંખનામાં તુજ જીવન ગયું,
મનડે થી ના છૂટી બદી.

કલ્યાણના તે કર્મો છોડ્યા,
જીવને લાલચ લાગી જુદી.

માનવતાનું ગણિત ગુમાવ્યું,
સરવાળે ગલત લાગી વદી.

કરેલ કર્મો કોઈને છોડતા નથી,
ભલે તમો સ્નાન કર્યું સર્વ નદી.

ગુરુ મળે તો આત્મ શુદ્ધિ થાય,
"જગાણી" સુધરી જાય જીવન સદી.

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages