Share this on

રાત તપી છે વર્ષા તણી

રાત તપી છે વર્ષા તણી ને,
હૈયે ઘેરાણી વેદના ઘણી.
રાત તપી છે.........

અંગડે આગ લાગી રહી તી ને,
વર્ષા ની બૂંદે ભભકી ઘણી.
રાત તપી છે.........

જામી છે રુત શ્રાવણ કેરી ને,
યાદ આવે છે સાજણ તણી.
રાત તપી છે.........

વાદળ તો વરસી કોરા થયા ને,
વહેતા રહયા છે પાપણ થી પાણી.
રાત તપી છે.........

જોવા આતુર બની છે આંખો તુજને
છુપાવી છુપે નહીં દિલની હાલત "જગાણી".
રાત તપી છે.........

Share this

Related Posts

Previous
Next Post »

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.