મન વીણા ના ઝણકારે, કોયલ રાણી ગીતડાં ગાય.
આંબે લુમુ લાગિયું! ડાળીયું લળી લળી જાય!!!
ચાંચ મારે કેરી માથે!! કંઠ કોયલનો મીઠો થાય!!
જેઠ ભાઈ હાલ્યા ગામતરે, ને અષાઢ ઘેર આવિજાય
ટહુકાર મોરલના આજ, આભલે અડી જાય!!
રિમજીમ વર્ષે વાદળી, રૂડા સરોવર છલકાય!!
વાવણી હાલે ખેતરમાં, રૂડાં ધાન વવાય!!
અષાઢ હાલ્યો ગામતરે, ને શ્રાવણ ઘરે આવિજાય.
પાણી સીંચે હળવા હળવા!! ઘાન મોટેરા થાય!!
શ્રાવણ હાલ્યો ગામતરે, ને ભાદરવો ઘેર આવી જાય.
ભાદરવો હાલ્યો ગામતરે, આસો ઘેર આવી જાય.
વરસાવી બુંદો ઝાકળ તણી! ને ડુંડે દાણા ભરાય.
આસોએ આશા પુરી કરી, પાક મબલખ થાય.
હોંશે વાઢે ખેડૂતભા, ધાન તણાં ઢગલા થાય.
વાટું જુએ દિવાળી કેરી, સર્વ મંગલ ગીતડાં ગાય.
મહેર કરી મેંહુલિયે જગાણી, હોંશે દિવાળી ઉજવાય.

Leave your suggestions here
Note: Only a member of this blog may post a comment.