સજી શ્યામ રંગની સાડી

સજી શ્યામ રંગની સાડી તમે,
ને મોસમમાં ફરક આવી ગયો.
સજી શ્યામ......

ધખધખતા તડકામાં જાણે આજ,
મહિનો શ્રાવણ કેરો આવી ગયો.
સજી શ્યામ......

જોઈ વસંત ને મલકાતી વાદળોમાં,
ને હેલો હેતનો દિલમાં લાગી ગયો.
સજી શ્યામ......

પ્રેમ ભીની વાદળી વરસી ધીમે-ધીમે ,
ને મેઘધનુષ ગગને સર્જાઈ ગયો.
સજી શ્યામ......

હતી ખોજ ખુદાની અનમોલ "જગાણી",
સામે ચાલી સનમ બાહોમાં સમાઈ ગયો.
સજી શ્યામ......



Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages