અનુભવ વિનાનું

દયા વિનાનું દાન અધૂરું,
ગુરુ વિનાનું જ્ઞાન અધૂરું.

ભજન વિનાનું બાનું અધૂરું,
દાંત વિનાનું પાન અધૂરું.

મન વિનાનું માન અધૂરું,
અર્થ વિનાનું ગાન અધૂરું.

તલવાર વિનાનું મ્યાન અધૂરું,
દમ્ભે ઘરેલુ ધ્યાન અધૂરું.

બાળપણનું લગન અધૂરું,
મન વિનાનું મિલન અધૂરું.

સમજ વિનાનું સાજ અધૂરું,
મેળવી લીધા મત "જગાણી",
અનુભવ વિનાનું રાજ અધૂરું.

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages