અંતરઘટમાં આનંદ મંગલ

અંતરઘટમાં આનંદ મંગલ નિરાશ થવાની જરૂર નથી.
ગુરુ બોધ લીધા પછી, દુઃખડાં ગાવાની જરૂર નથી.
અંતરઘટમાં......

મસ્તીમાં વાગે વાજા તબલા, હરિ કીર્તન હરદમ ગાવા.
સામે ચાલી આવે મહેફિલ, ખોજવાની જરૂર નથી.
અંતરઘટમાં......

સુખ દુઃખ મેલીદે ને મનવા, છોડી દે સઘળી જંજાળ
ભક્તો નાકાજ હરિ કરે, ફિકર રાખવાની જરૂર નથી.
અંતરઘટમાં......

જ્ઞાન ધ્યાન ને સમાધિ, અનમોલ ખજાનો અમારો.
ભગવાં ધર્યા પછી સંતો, શૃંગાર સજવાની જરૂર નથી.
અંતરઘટમાં......

"જગાણી" સદગુરુ જ્ઞાન બતાવે, પૂરણ બ્રહ્માંડ જુવો પિંડમાં.
ભીતર બહાર એક અવિનાશી, પછી ડરવાની જરૂર નથી.
અંતરઘટમાં......

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages