ફૂલોને જુઓ જરાં

જીવન જીવવા બોધ મળી જશે, ફૂલોને જુઓ જરા.

કુવિચાર મનના ટળી જશે, ફૂલોને જુઓ જરા.

જીવન જીવવા.....


ઘડી બે ઘડી જીવીને, ખુશ્બુ એ લૂંટાવી ગયા.

રહસ્ય જિંદગી તણું ખુલી જશે, ફૂલોને જુઓ જરા

જીવન જીવવા.....


સુંદર મૃદુ એટલા, સર્વ હૈયે જાય વસી.

પાષાણ હદય પીઘડી જશે, ફૂલોને જુઓ જરાં.

જીવન જીવવા.....


એકતા તણી સુંદરતા, જેવા મળી બાગમાં મને.

ભેદ માનવીઓના હટી જશે, ફૂલોને જુઓ જરાં.

જીવન જીવવા.....


સર્વ ધર્મોએ અપનાવ્યા, ન કરે કોઈ વિરોધ તેનો.

અજ્ઞાનના પડળ ઉતરી જશે, "જગાણી" જુઓ જરાં.

જીવન જીવવા.....

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages