ભૂલી ગયો હું ભ્રમણામાં

 ભૂલી ગયો હું ભ્રમણામાં, આ જગના કરતા તમેજ છો.
નિમિત્ત બનાયો પ્રભુ મુજને, ભાગ્યના ઘડતા તમેજ છો.
ભૂલી ગયો હું......

પંચ તત્વમાં રેલ્યું તેજ, જગ બનાવ્યું ઝળહળતું.
તે પર લગાવી મનહર માયા, મોહના રચયીતા તમેજ છો.
ભૂલી ગયો હું......

પ્રભુએ રચાવી દુનિયા, સોંપી સર્વ મનુષ્યને હાથ.
માણેક મોતી માલ ખજાના, જગને અર્પણ કરતા તમેજ છો.
ભૂલી ગયો હું......

મળેછે બદલો તેને તેવો અહીંયા જેવો જેનો વહેવાર.
સારા માઠા ફળ મળે, કર્મની સંગે બાંધતા તમેજ છો.
ભૂલી ગયો હું......

ભલે માનવ કરે મારુ તારું, આ જગના નાથ તમેજ છો.
તુજ પર રાખે આશ, "જગાણી" જગના ભરતા તમેજ છો.
ભૂલી ગયો હું......

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages