મિથ્યા ભાસે સુખ

મિથ્યા ભાસે સુખ જગતનું, પ્રીત પ્રભુ થી લાગી,
એવી મારી ભવની કમાયું જાગી.

નીરખી ગોવિંદ અમે ન્યાલ થયાં ને, ધન્ય થયું જીવન મારા દુઃખડાં ગયાં.
ચિત્તમાં સમાયો શમળો રે, થયાં રે અમે વૈરાગી 
એવી મારી........

વ્હાલ કરી વહાલો વેણુ વગાડે, ભીંજવે પ્રેમ કેરાં રંગે,
દઈ તાળી તાલ મિલાવે અમ સંગે, કેવાં રે અમે બડભાગી! 
એવી મારી........

જળમાં જીલતા પ્રભુની દ્રષ્ટિ પડીને, સમાયું સુખ રોમે રોમે નજરું મવાથી મળી.
થનગની રહ્યું આ ઉર મારુ, વાલીડા લેરું એવી લાગી 
એવી મારી......

કરે નિંદા ને અવળી બોલે વાણી, જીવ સુખ પામે ક્યાંથી "જગાણી" ?
જ્યાં જોઉં ત્યાં એકજ કાનો, લટકાળા લય લાગી 
એવી મારી........


Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages