ઘટમાં બેઠા શ્રી હરિ

ઘટમાં બેઠા શ્રી હરિ તું જાણી લે.
ભક્તિ ની તું મોજ મનવા માણી લે.
ઘટમાં બેઠા.......

આ દુનિયા છે માયાનો વિસ્તાર.
હળવો કરી લે તું ભવભાવ નો ભાર.
શ્રી હરિ સંગે પ્રિતું બાંધી લે.
ઘટમાં બેઠા......

ગુરુ ચરણે શીશ જુકે, તેનો બેડો પાર.
અહમ ત્યાગી આવે, તેનો બેડો પાર.
ભજન કરી મન માયા માંથી તાણી લે.
ઘટમાં બેઠા.......

મન મુકીને સુરતા લગાવે, તેનો બેડો પાર.
જગ ભૂલીને તન તપાવે, તેનો બેડો પાર.
તન તપાવી તું, મન કંચન બનાવી લે.
ઘટમાં બેઠા........

હું અને તુમાં જગત ગયું.
જુઓ મન માયા ને એ વશ થયું.
"જગાણી" ગુરુને જ્ઞાન પૂછી ખુદને ઉગારી લે.
ઘટમાં બેઠા.......

Leave your suggestions here

Note: Only a member of this blog may post a comment.

Pages